કુરાનની આયત

وَ لَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّ لٰكِنْ یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ وَ الظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِیٍّ وَّ لَا نَصِیْرٍ(۸)(سورۃ الشوریٰ)
અનુવાદ
અને જો અલ્લાહ ઈચ્છતો તો તે બધાને એક જ જમાત (સમુદાય) બનાવી દેતો, પરંતુ તે જેને ઈચ્છે છે, પોતાની રહમત (દયા) માં દાખલ કરે છે, અને જે ઝાલિમ (અન્યાયી) લોકો છે તેમનો ન તો કોઈ રખેવાળ છે, ન કોઈ મદદગાર. (૮) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: બધાને જબરદસ્તી મુસલમાન બનાવી દેતો, પરંતુ ઇન્સાનને પેદા કરવાનો અસલ હેતુ જ એ હતો કે લોકો જબરદસ્તીથી નહીં, પણ પોતે પોતાના અખત્યાર (સ્વતંત્ર ઈચ્છા) થી વિચારી-સમજીને હક (સત્ય) સ્વીકારે. આમાં જ તેમની પરીક્ષા છે જેના પર આખિરતનો બદલો (જઝા) અને સજા નક્કી થવાની છે, એટલા માટે અલ્લાહ તઆલાએ કોઈને જબરદસ્તી મુસલમાન બનાવવાનું ન ઈચ્છ્યું. (આસાન તર્જુમતુલ કુરઆન)
પોતાની જિંદગીની સમીક્ષા
લેખો

પોતાની જિંદગીની સમીક્ષા

દુનિયામાં જે પણ આવ્યો, વિદાય થવા (કૂચ કરવા) આવ્યો. દફન ખુદ સેંકડો કર્યા ઝેરે ઝમીન (જમીનની નીચે). છતાં પણ મરવાનો હક-ઉલ-યકીન (પાકો વિશ્વાસ) નથી. તારાથી વધીને કોઈ ગાફિલ (બેદરકાર) નથી. કંઈક તો ઇબ્રત (બોધપાઠ) જોઈએ ઓ નફ્સે લઈન (ધિક્કારેલા નફ્સ). ૮. જ્યારે તારી સામે મોતનો એવો અકસ્માત (બનાવ) આવશે જ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો