તે જ અલ્લાહ રાત અને દિવસની અદલાબદલી (ઉલટફેર) કરે છે. ચોક્કસપણે આ બધી વાતોમાં તે લોકો માટે શિખામણ (નસીહત) ની સામગ્રી છે જેઓ જોવાની આંખો (દ્રષ્ટિ) રાખે છે. (૪૪) (આસાન તર્જુમતુલ કુરઆન)
ઇમામ અબૂ યુસુફ (રહ.) ખલીફા હારૂન રશીદના સમયમાં સમગ્ર ઇસ્લામી જગતના મુખ્ય ન્યાયાધીશ (કાઝી-ઉલ-કુઝઆત) હતા. એકવાર તેમની પાસે ખલીફા હારૂન રશીદ અને એક ખ્રિસ્તી (નસરાની) નાગરિકનો મુકદ્દમો આવ્યો. ઇમામ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ન્યાયીક ચુકાદો ખ્રિસ્તી નાગરિકની તરફેણમાં આપ્યો. આવા ઉજ્જવળ અને પ્રે...