અલ્લાહની મસ્જિદોને તો એ જ લોકો આબાદ કરે છે જે અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન લાવ્યા હોય અને નમાઝ કાયમ કરે અને ઝકાત અદા કરે અને અલ્લાહ સિવાય કોઈનાથી ન ડરે. આવા જ લોકોથી આ અપેક્ષા હોઈ શકે છે કે તેઓ સાચો રસ્તો ઈખ્તિયાર કરવાવાળાઓમાં શામેલ થશે. (૧૮) (આસાન તર્જુમતુલ કુરઆન)
વર્તમાન સમયમાં ઇઝરાયેલ અંગે ત્રણ દ્રષ્ટિકોણ (મોકિફ) જોવા મળે છે:
નંબર (૧) ઇઝરાયેલ, અમેરિકા વગેરે:
તેમનું વલણ એવું છે કે: બૈતુલ મુકદ્દસ (જેરૂસલેમ) સહિત પેલેસ્ટાઇનના જેટલા ભાગ પર ઇઝરાયેલનો કબજો છે, તે ઇઝરાયેલનો ભાગ છે. દેશનિકાલ કરાયેલા પેલેસ્ટિનીઓ ગમે ત્યાં જાય, પેલેસ્ટાઇનમાં તેમના માટે કોઈ જગ્યા...