અને કેટલીય એવી નસલો છે જેને અમે નૂહ પછી હલાક કરી. અને તમારો રબ પોતાના બંદાઓના ગુનાહોથી પૂરી રીતે વાકેફ (બાખબર) છે, બધું જ જોઈ રહ્યો છે. (૧૭) (આસાન તર્જુમતુલ કુરઆન)
આજે ફજરની નમાઝ પછી હું કુરાનની તિલાવત (પઠન) કરી રહ્યો હતો, ત્યારે સૂરહ અલ-મઆરિજની એક આયત પર આવીને અટકી ગયો. વાત મનુષ્યના સર્જન (તખ્લીક) વિશે હતી કે માણસ મૂળભૂત રીતે કેવો પેદા થયો છે. આયત હતી:
"ઇન્નલ ઇન્સાને ખુલિકા હલૂઆ" (ખરેખર માણસ ખૂબ જ ઓછી હિંમતવાળો/અધીરો પેદા કરાયો છે)
હકીકત એ છે કે માણસમાં...