લોકોએ પોતાના હાથોથી જે કમાઈ કરી, તેના કારણે ધરતી અને દરિયામાં (ખુશ્કી અને તરીમાં) ફસાદ (અવ્યવસ્થા) ફેલાઈ ગયો. જેથી તેઓએ જે કર્મો કર્યા છે, તેમાંથી કેટલાકનો સ્વાદ અલ્લાહ તેમને ચખાડે, કદાચ તેઓ (ખરાબ કામોથી) પાછા ફરે.
એક રાજા હંમેશા પોતાનું માથું ઢાંકીને રાખતો હતો. તેને ક્યારેય કોઈએ ખુલ્લા માથે જોયો ન હતો. ઘણા લોકોએ આ રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજા દર વખતે ખૂબ જ કુશળતાથી વાત વાળી લેતો અને જવાબ આપવાથી બચી જતો.
એક દિવસ તેના ખાસ વજીરે (મંત્રીએ) રાજા પાસેથી આ રહસ્ય જાણવાનું નક્કી કરી લીધું. હંમેશની જેમ રા...