કુરાનની આયત

لَّا یَمَسُّهٗۤ اِلَّا الْمُطَهَّرُوْنَؕ(۷۹)(سورۃ الواقعہ)
અનુવાદ
તેને એ જ લોકો અડે છે જે ખૂબ પાક છે. (૭૯)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: રાજેહ તફસીર મુજબ આનાથી મુરાદ ફરિશ્તાઓ છે, અને કાફિરોના આ ઇશ્કાલનો જવાબ આપવામાં આવી રહ્યો છે કે અમે આ કેવી રીતે યકીન કરી લઈએ કે અલ્લાહ તઆલાનો કલામ કોઈ કમી-ઝિયાદતી વગર પોતાની અસલી સુરતમાં અમારી પાસે પહોંચી રહ્યો છે અને કોઈ શૈતાન વગેરેએ આમાં કોઈ તસર્રુફ કર્યો નથી? તેનો આ જવાબ આપવામાં આવ્યો છે કે કુરઆન કરીમ લૌહે મહફૂઝમાં દર્જ છે અને તેને પાક ફરિશ્તાઓ સિવાય કોઈ બીજું અડી પણ શકતું નથી, જો કે અહીં ખૂબ પાકથી મુરાદ ફરિશ્તાઓ છે, પરંતુ આમાં એક ઈશારો એ તરફ પણ માલૂમ થાય છે કે જેવી રીતે આલમે બાલામાં પાક ફરિશ્તાઓ જ તેને અડે છે, તેવી જ રીતે દુનિયામાં પણ એ જ લોકોએ અડવું જોઈએ જેઓ પાક હાલતમાં હોય, ચુનાંચે અહાદીસોમાં કુરઆન કરીમને વઝૂ વગર અડવાની મનાઈ આવી છે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
હઝરત હુસૈન (ર.અ.) અને એક ગામવાસી વચ્ચે બોધદાયક સંવાદ
લેખો

હઝરત હુસૈન (ર.અ.) અને એક ગામવાસી વચ્ચે બોધદાયક સંવાદ

એક ગામવાસી (દેહાતી) હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુ) પાસે ગયો, તેમને સલામ કર્યા અને તેમની પાસે પોતાની જરૂરિયાત (હાજત) પૂરી કરવા વિનંતી કરી. તેણે કહ્યું, "મેં આપના નાના (હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પાસેથી સાંભળ્યું છે, તેમણે ફરમાવ્યું કે જ્યારે તમે કોઈની પાસે પોતાની હાજતની માંગણી કરો,...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો