કુરાનની આયત

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِّنْكُمْ وَ لَا تَقْتُلُوْۤا اَنْفُسَكُمْ اِنَّ اللّٰهَ كَانَ بِكُمْ رَحِیْمًا(۲۹)(سورۃ النساء)
અનુવાદ
હે ઈમાન વાળાઓ ! આપસમાં એકબીજાના માલ નાહક રીતે ન ખાઓ, સિવાય કે કોઈ વેપાર પરસ્પર સંમતિથી અસ્તિત્વમાં આવ્યો હોય (તો તે જાયઝ છે) અને પોતાની જાતનું કત્લ ન કરો. યકીન રાખો અલ્લાહ તમારા પર ખૂબ મહેરબાન છે.(૨૯)(સૂરહ અન-નિસા) એટલે કે: આનો સાદો અર્થ તો એ છે કે જેવી રીતે બીજાનો માલ નાહક રીતે ખાવો હરામ છે, કોઈનો જીવ લેવો તેનાથી વધુ હરામ છે. બીજાનો જીવ લેવાને પોતાની જાતનું કત્લ કરવાથી દર્શાવીને (તાબીર કરીને) એ તરફ પણ ઈશારો થઈ ગયો કે બીજાને કત્લ કરવો એ આખરે પોતાની જાતને જ કત્લ કરવા બરાબર છે ; કારણ કે તેના બદલામાં ખુદ કાતિલ કત્લ થઈ શકે છે, અને જો અહીં કત્લ ન પણ થાય તો આખિરતમાં તેની જે સજા મળવાની છે તે મોત કરતાં પણ બદતર હશે. આ રીતે આ કથનથી આત્મહત્યા (ખુદકુશી)ની મનાઈ પણ સ્પષ્ટ થઈ ગઈ. વળી, બીજા કોઈનો માલ નાહક ખાવાની સાથે આ વાક્ય લાવવાથી એ તરફ પણ ઈશારો સંભવ છે કે જ્યારે નાહક માલ ખાવાનો રિવાજ સમાજમાં (મુઆશરામાં) આમ થઈ જાય, તો તેનું પરિણામ સામૂહિક આત્મહત્યાના રૂપમાં નીકળે છે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
ચૌધરી સાહેબનો ત્યાગ અને ધાર્મિક વિદ્વાનો પ્રત્યે પ્રેમ
લેખો

ચૌધરી સાહેબનો ત્યાગ અને ધાર્મિક વિદ્વાનો પ્રત્યે પ્રેમ

...મદરેસાના વિદ્યાર્થીઓ માટે એક ચૌધરી વર્ષ આખાના ઘઉં મદરેસા માટે વકફ (દાન) કરતો હતો. કોઈ શરારતી (દ્વેષી) વ્યક્તિએ મૌલાના સાહેબ પ્રત્યે દુશ્મની અને નફરત વ્યક્ત કરવા માટે, તેમનું સરનામું શોધતા શોધતા ચૌધરીના ઘરે પહોંચી ગયો અને કહેવા લાગ્યો: "ચૌધરી સાહેબ! મદરેસા જઈને તપાસ તો કરો કે વિદ્યાર્થીઓના નામે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો