હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલલ્લાહ (ﷺ) એ ઇર્શાદ ફરમાવ્યો: "દરેક ઉમ્મતનો કોઈ 'અમીન' હોય છે અને આપણો અમીન, હે મારી ઉમ્મત! અબુ ઉબૈદા (રદિ.) બિન અલ-જર્રાહ છે." (તફહીમુલ મુસ્લિમ)
હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ...