હઝરત આયશા (રદિ.) ફરમાવે છે: અમે આલે મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) એવા હતા કે એક-એક મહિનો ચૂલો નહોતા સળગાવતા, અમારું ગુજરાન માત્ર ખજૂર અને પાણી પર થતું હતું.
બહિશ્તી ઝેવર અને તાલીમ-ઉદ-દીનના કેટલાક સ્થાનોનું સંશોધન:
(૧) બહિશ્તી ઝેવરમાં ઇશા પછી ચાર સુન્નતો લખી દેવામાં આવી છે, સાચું એ છે કે બે સુન્નત છે અને બે નફ્લ.
(૨) બહિશ્તી ઝેવરમાં અય્યામે બીઝ (ચંદ્ર માસના રોજાની તારીખો) ૧૨, ૧૩, ૧૪ તારીખો લખી દીધી છે, સાચી ૧૩, ૧૪, ૧૫ છે.
(૩) તાલીમ-ઉદ-દીન અને બહ...