હઝરત આઇશા સિદ્દીકા રદિયલ્લાહુ અન્હાએ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જેણે અમારા દીનમાં પોતાની જાતે કોઈ એવી વસ્તુ કાઢી જે તેમાં ન હતી તો તે મરદૂદ છે."
એક બાદશાહના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરીની તલબ લઈને હાજર થયો, કાબિલિયત પૂછવામાં આવી, કહ્યું કે હું સિયાસી છું. બાદશાહ પાસે સિયાસતદાનોની ભીડ રહેતી હતી, તેને ખાસ ઘોડાઓના અસ્તબલનો ઇન્ચાર્જ બનાવી લેવામાં આવ્યો, જે હમણાં જ ફૌત થઈ ચૂક્યો હતો. થોડા દિવસ પછી બાદશાહે તેને પોતાના સૌથી મોંઘા અને અઝીઝ ઘોડા વિ...