હઝરત ઇબ્ને ઉમર રદિયલ્લાહુ અન્હુમાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફિતરાના વિશે આ હુકમ આપ્યો કે તેને લોકોના ઈદની નમાઝ તરફ નીકળતા પહેલા અદા કરી દેવામાં આવે.
હઝરત સુલેમાન અલયહિસ્સલામના સમયમાં એક માણસે એક સુંદર પક્ષી ખરીદ્યું. તે જ્યારે કલરવ કરતું (ચહચહાતું) ત્યારે તેના અત્યંત મનમોહક અને મધુર અવાજથી તે માણસ ખૂબ ખુશ થતો, જાણે તે પક્ષીનો અવાજ ખૂબ જ સુરીલો અને પ્યારો હતો.
એક દિવસ અચાનક તે પાંજરાની પાસે તેના જેવું જ બીજું એક પક્ષી આવ્યું અને પોતાની ભાષામાં...