હદીસ અલ-રસૂલ ﷺ

قَالَ: سَمِعْتُ النُّعْمَانَ بْنَ بَشِيرٍ، يَقُولُ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُسَوِّي صُفُوفَنَا حَتَّى كَأَنَّمَا يُسَوِّي بِهَا الْقِدَاحَ حَتَّى رَأَى أَنَّا قَدْ عَقَلْنَا عَنْهُ، ثُمَّ خَرَجَ يَوْمًا فَقَامَ، حَتَّى كَادَ يُكَبِّرُ فَرَأَى رَجُلًا بَادِيًا صَدْرُهُ مِنَ الصَّفِّ، فَقَالَ: «عِبَادَ اللهِ لَتُسَوُّنَّ صُفُوفَكُمْ، أَوْ لَيُخَالِفَنَّ اللهُ بَيْنَ وُجُوهِكُمْ (مسلم:۹۷۹)
અનુવાદ
અબૂ ખૈષમાએ સિમાક બિન હર્બથી રિવાયત કરી, તેમણે કહ્યું: મેં હઝરત નોઅમાન બિન બશીર (રઝિયલ્લાહુ અન્હુમા) થી સાંભળ્યું, તે કહેતા હતા: રસૂલુલ્લાહ (ﷺ) અમારી સફોને (એટલી) સીધી અને બરાબર કરાવતા હતા, જાણે કે આપ તેના દ્વારા તીરોને સીધા કરી રહ્યા છો, અહીં સુધી કે જ્યારે આપને ખાતરી થઈ ગઈ કે અમે આપની પાસેથી (આ વાતને) સારી રીતે સમજી લીધી છે તો તે પછી એક દિવસ આપ ઘરની બહાર તશરીફ લાવ્યા અને (નમાઝ પઢાવવાની જગ્યાએ) ઉભા રહ્યા અને નજીક હતું કે આપ તકબીર કહે (અને નમાઝ શરૂ ફરમાવે કે) આપે એક માણસને જોયો, તેની છાતી સફથી થોડી આગળ નીકળેલી હતી, આપે ફરમાવ્યું: અલ્લાહના બંદાઓ! તમે ફરજિયાતપણે તમારી સફોને સીધી કરો નહીંતર અલ્લાહ તમારા મુખ એકબીજાની વિરુદ્ધ વાળી દેશે.
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર