હઝરત અબૂ હુરૈરા (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "મારા માટે જમીન મસ્જિદ અને પાકીઝગી પ્રાપ્ત કરવાનું માધ્યમ બનાવી દેવામાં આવી છે."
હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ...