عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ إِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ نَوْمِهِ فَلَا يَغْمِسْ يَدَهُ فِي وَضُوئِهِ حَتَّى يَغْسِلَهَا ثَلَاثًا فَإِنَّ أَحَدَكُمْ لَا يَدْرِي أَيْنَ بَاتَتْ يَدُهُ (سنن نسائی : ۱)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે, નબી (ﷺ) એ ફરમાવ્યું: "જ્યારે તમારામાંથી કોઈ ઊંઘમાંથી જાગે તો પોતાનો હાથ વુઝૂના પાણીમાં ન નાખે ત્યાં સુધી કે તેને ત્રણ વખત ધોઈ લે કારણ કે તમારામાંથી કોઈ નથી જાણતું કે તેના હાથે રાત ક્યાં વિતાવી છે. (આખી રાત ક્યાં ક્યાં અડતો રહ્યો છે.)"