وعن ابْنِ عَبَّاسٍ أَنَّ رَجُلاً لَعَنَ الرِّيحَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ لَا تَلْعَنُوا الرِّيحَ فَإِنَّهَا مَاْمُورَةٌ وَإِنَّهُ مَنْ لَعَنَ شَيْئاً لَيْسَ لَهُ بِأَهْلِ رَجَعَتِ اللَّعْنَةُ عَلَيْهِ(مشکوٰۃ المصابیح)
અનુવાદ
હઝરત ઇબ્ને અબ્બાસ ફરમાવે છે કે એક વખત નબી કરીમ (ﷺ) ની સામે એક વ્યક્તિ હવા પર લાનત કરી રહ્યો હતો તો આપ (ﷺ) એ ફરમાવ્યું કે હવા પર લાનત ન કરો કેમ કે તે તો (રહમત અથવા અઝાબ માટે) ખુદા તરફથી મામૂર (આદેશિત) છે અને જે વ્યક્તિ કોઈ એવી વસ્તુ પર લાનત કરે છે જે લાનતને પાત્ર નથી હોતી તો તે લાનત તે જ લાનત કરનાર પર પાછી ફરે છે. (તૌઝીહાત શરહ મિશ્કાત/જિ: ૩/પૃ: ૨૧૦)