હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ زَيْنَبَ بِنْتِ جَحْشٍ، أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَيْهَا فَزِعًا يَقُولُ ‏"‏ لاَ إِلَهَ إِلاَّ اللَّهُ، وَيْلٌ لِلْعَرَبِ مِنْ شَرٍّ قَدِ اقْتَرَبَ، فُتِحَ الْيَوْمَ مِنْ رَدْمِ يَأْجُوجَ وَمَأْجُوجَ مِثْلُ هٰذَا ‏"‏‏.‏ وَحَلَّقَ بِأُصْبُعِهِ وَبِالَّتِي تَلِيهَا، فَقَالَتْ زَيْنَبُ فَقُلْتُ يَا رَسُولَ اللَّهِ أَنَهْلِكُ وَفِينَا الصَّالِحُونَ قَالَ ‏"‏ نَعَمْ، إِذَا كَثُرَ الْخَبَثُ ‏"‏‏(بُخاری شریف:۳۵۹۸)
અનુવાદ
હઝરત ઝૈનબ (રદિ.) કહે છે: નબી (ﷺ) તેમની પાસે ગભરાયેલી હાલતમાં આવ્યા, ફરમાવ્યું: અલ્લાહ સિવાય કોઈ મઅબૂદ (પૂજ્ય) નથી! અરબો માટે હલાકત (વિનાશ) છે તે બુરાઈથી જે નજીક આવી ચૂકી છે, આજે યાજૂજ માજૂજની દીવાલમાંથી આટલું ખોલી દેવામાં આવ્યું છે, અને આપ (ﷺ) એ પોતાની આંગળી અને તેની પાસેવાળી આંગળીથી હલ્કો (વર્તુળ) બનાવ્યો, હઝરત ઝૈનબ (રદિ.) એ અર્ઝ કરી: શું આપણે હલાક થઈશું જ્યારે કે આપણામાં નેક લોકો હશે? આપે ફરમાવ્યું: હા, જ્યારે ગંદકી વધી જશે (આ આપે એક સ્વપ્ન જોયું હતું, વાસ્તવિક દીવાલનું ખૂલવું મુરાદ નથી). (તુહફત-ઉલ-કારી)
રાહતની છત્રી લઈ લો
લેખો

રાહતની છત્રી લઈ લો

એક વખત ક્રિકેટ મેચ દરમિયાન જ્યારે અચાનક વરસાદ શરૂ થયો, ત્યારે સ્ટેડિયમમાં હાજર દરેક વ્યક્તિએ પોતાની છત્રી ખોલીને માથા પર મૂકી દીધી હતી. જ્યારે તે સમયે કેમેરા દર્શકોના સ્ટેન્ડ તરફ ગયો ત્યારે રંગબેરંગી છત્રીઓનું એક સુંદર દ્રશ્ય સર્જાઈ ચૂક્યું હતું, ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે છત્રી ન લીધી હોય કે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર