હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રઝિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ પણ પોતાના ભાઈ (મુસલમાન) ને કહ્યું અય કાફિર (ઓ કાફિર) તો આ કુફ્ર તે બંનેમાંથી એક પર પાછું ફર્યું (નસ્ર-ઉલ-બારી/ભાગ: 11)
મુસ્નિદ અલ-હિંદ, ઇમામ-એ-અકબર હઝરત શાહ વલીઉલ્લાહ મુહદ્દિથ દેહલવી ؒ એ ફરમાવ્યું છે કે અકીદા-એ-તૌહીદની પૂર્ણાહુતિ (તકમીલ) માટે ચાર દરજ્જાની તૌહીદને માનવી લાઝમી છે, જો કોઈ પણ દરજ્જાની તૌહીદમાં સહેજ પણ (ઝરરા બરાબર) કમી રહી જશે તો માણસ ક્યારેય મુવહ્હીદ (એકેશ્વરવાદી) કહી શકાય નહીં, તે ચાર દરજ્જા આ પ્રમાણે...