હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યું: તમારા નામોમાંથી અલ્લાહના ત્યાં સૌથી મનપસંદ નામ અબ્દુલ્લાહ અને અબ્દુર રહેમાન છે. (તફહીમ-ઉલ-મુસ્લિમ/ભાગ: 3/પૃષ્ઠ: 409)
શાયરે મશરિક (પૂર્વના કવિ) અલ્લામા મુહમ્મદ ઇકબાલે સુન્નતે રસૂલ (પયગંબર સાહેબની પરંપરા) ના પાલનને પોતાની જીવનશૈલી બનાવી લીધી હતી. "જૌહરે ઇકબાલ" માં એક અદભુત અને જ્ઞાનવર્ધક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનાથી અલ્લામા ઇકબાલના ઇશ્ક અને અતાઅતે રસૂલ (પયગંબર પ્રત્યેના પ્રેમ અને આજ્ઞાપાલન) ની ભાવનાનો અંદ...