وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ دُعِيَ فَلَمْ يُجِبْ فَقَدْ عَصَى اللَّهَ وَرَسُولَهُ وَمَن دَخَل٘ عَلى غَيْرِ دَعْوَةٍ دَخَلَ سَارِقًا وَخَرَجَ مُغِيرًا. رَوَاهُ أَبُو دَاوُد(مشکوۃ المصابیح:۳۲۲۲)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ઇરશાદ ફરમાવ્યો: "કે જે વ્યક્તિની દાવત કરવામાં આવે અને તે કબૂલ ન કરે તો તે વ્યક્તિએ અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરી, અને જે વ્યક્તિ બિન-બોલાવ્યે દાવતમાં શરીક થયો તો તે ચોરની શકલમાં દાખલ થયો અને ડાકુની સૂરતમાં બહાર નીકળ્યો." (અબૂ દાઊદ) (અર-રફીક અલ-ફસીહ / જિલ્દ: 16 / સફહા: 372)