وَعَنْ حَكِيمِ بْنِ مُعَاوِيَةَ الْقُشَيْرِيِّ عَنْ أَبِيهِ قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللَّهِ مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ؟ قَالَ: أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ وَتَكْسُوَهَا إِذَا اكْتَسَيْتَ وَلَا تَضْرِبِ الْوَجْهَ وَلَا تُقَبِّحْ وَلَا تَهْجُرْ إِلَّا فِي الْبَيْتِ . رَوَاهُ أَحْمد وَأَبُو دَاوُد وَابْن مَاجَه(مشکوٰۃ المصابیح:۳۲۵۹)
અનુવાદ
હઝરત હકીમ બિન મુઆવિયા કુશૈરી (રહમતુલ્લાહ અલયહ) પોતાના બાપથી રિવાયત કરે છે કે મેં અર્ઝ કરી કે, "એ અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)! અમારામાંથી કોઈની બીવીનો તેના પર શું હક છે?" આનહઝરત (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: "કે જ્યારે તમે ખાઓ, તો તેને પણ ખવડાવો, જ્યારે પહેરો તો તેને પણ પહેરાવો, અને ચહેરા પર ન મારો, અને તેને ખરાબ ન કહો, અને ઘર સિવાયમાં અલાહદગી (અલગાવ) ઇખ્તિયાર ન કરો." (અહમદ, અબૂ દાઊદ, ઇબ્ન માજા) (અર-રફીક અલ-ફસીહ)