હઝરત અબૂ હુરૈરહ (રઝિયલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "અલ્લાહ તઆલા તમારી સૂરતો અને તમારા અમવાલને નથી જોતો પરંતુ તે અલ્લાહ તઆલા તમારા દિલો અને આમાલને જુએ છે." (તફહીમ-ઉલ-મુસ્લિમ)
...મદરેસાના વિદ્યાર્થીઓ માટે એક ચૌધરી વર્ષ આખાના ઘઉં મદરેસા માટે વકફ (દાન) કરતો હતો. કોઈ શરારતી (દ્વેષી) વ્યક્તિએ મૌલાના સાહેબ પ્રત્યે દુશ્મની અને નફરત વ્યક્ત કરવા માટે, તેમનું સરનામું શોધતા શોધતા ચૌધરીના ઘરે પહોંચી ગયો અને કહેવા લાગ્યો:
"ચૌધરી સાહેબ! મદરેસા જઈને તપાસ તો કરો કે વિદ્યાર્થીઓના નામે...