عَنْ أَبِي هُرَيْرَةَ رَضِي اللَّهُ عَنهُ قَالَ : جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُّ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ:يَارَسُولَ اللَّهِ أَيُّ الصَّدَقَةِ أَعْظَمُ أَجْرًا؟ قَالَ : " أَنْ تَصَدَّقَ وَأَنتَ صَحِيحٌ شَحِيْحٌ تَخْشَى الْفَقْرَ، وَتَأْمُلُ الغنَى، وَلَا تُمْهِلْ حَتَّى إِذَا بَلَغَتِ الْحُلُقُومَ قُلْتَ: لِفُلانٍ كَذَا وَ لِفُلانٍ كَذَا، وَقَدْ كَانَ لِفُلَانِ,(متفق عليه)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરહ (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) બયાન કરે છે કે એક આદમી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસે આવ્યો, અરજ કરી: "યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) કઈ જાતના સદકાનો સવાબ વધારે છે?" ફરમાવ્યું: "તંદુરસ્તી, બુખલની મોજૂદગી, ઇફલાસના ડર અને ગિનાની આશાની હાલતમાં સદકો-એ-ખૈરાત કરવો. અને સદકો કરવામાં સુસ્તી ન કરશો, ત્યાં સુધી કે જ્યારે શ્વાસ હલક તરફ આવવા લાગે તો પછી તું કહેવા લાગે કે ફલાંને આટલું અને ફલાંને આટલું, હાલાંકિ તે ફલાંનું થઈ ચૂક્યું." (રૌઝત-ઉસ-સાલિહીન જિલ્દ:૧ પાનું:૨૮૬)