ઇમરાન બિન હિત્તાન થી રિવાયત છે કે તેમને હઝરત આઇશા (રઝિયલ્લાહુ અન્હા) એ હદીસ બયાન કરી કે નબી અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને પોતાના ઘરમાં જ્યારે પણ કોઈ ચીજ એવી મળતી જેમાં તસ્વીરો હોતી તો આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) તેને તોડી દેતા હતા. (નસ્ર-ઉલ-બારી)
શેખ સલમાન અલ-ઔદા પોતાના પુસ્તક "ઝંઝાના" માં લખે છે કે:
એક વખત મેં મારા શેખને ફરિયાદ કરી કે: મેં એક પુસ્તક વાંચ્યું પણ મને તેમાંથી કંઈ પણ યાદ રહ્યું નથી. તેથી તેમણે મને એક ખજૂર આપી અને ફરમાવ્યું: લો આ ચાવો! પછી મને પૂછ્યું: શું હવે તમે મોટા થઈ ગયા? મેં કહ્યું: ના, ફરમાવ્યું: પરંતુ આ ખજૂર તમારા શરીરમ...