મસ્જિદમાં જગ્યા રોકવી કેવું છે?
મસ્જિદમાં કોઈ વ્યક્તિનું પોતાનો રૂમાલ, ટોપી કે મુસલ્લો (જાનમાઝ) મૂકીને જગ્યા રોકી લેવી મકરૂહ છે, અને તે વ્યક્તિ આ સ્થિતિમાં તે જગ્યાનો હકદાર નહીં થાય, બલકે મસ્જિદમાં પહેલા પહોંચીને જે વ્યક્તિ જે જગ્યાએ બેસી જાય તે જ તેનો હકદાર છે. હા, જો કોઈ વ્યક્તિ મસ્જિદમાં કોઈ જગ્યાએ થોડી વાર ઇબાદત કરે, પછી કોઈ જરૂરિયાતથી થોડી વાર માટે જવા માંગે અને રૂમાલ વગેરે મૂકીને જગ્યા રોકી લે, તો આ જાયઝ છે અને તે તે જગ્યાનો હકદાર થશે. (અહમ મસાઈલ/ભાગ:૨/પાના:૧૮૭)