મુહક્કક મસાલા

ઇબાદતોમાં રિયા (દેખાવો) હરામ છે

નુસૂસે કતઇય્યા (સ્પષ્ટ પુરાવાઓ) થી સાબિત છે કે ઇબાદતોમાં ઇખ્લાસ (નિષ્ઠા) વાજિબ છે અને રિયા વ દેખાવો હરામ છે. પોતાની ઇબાદતોમાં અલ્લાહની રઝા (પ્રસન્નતા) નો મકસૂદ (ઉદ્દેશ્ય) હોવો તે ઇખ્લાસ છે અને કોઈ અન્ય વસ્તુનો મકસૂદ હોવો તે રિયા છે. આપ ﷺ એ રિયાને શિર્કે અસગર (નાનો શિર્ક) ફરમાવ્યો છે. જો કોઈ વ્યક્તિ એટલા માટે નમાઝ પઢે કે લોકો તર્કે-સલાત (નમાઝ છોડતા) જોશે તો શું કહેશે, અથવા કોઈ વિદ્યાર્થી નમાઝ છોડવા પર સજાના ડરથી નમાઝ પઢે તો આ પણ રિયામાં દાખલ છે. આ રીતે પઢવામાં આવતી નમાઝ સહી (માન્ય) તો થઈ જશે પરંતુ સવાબ (પુણ્ય) થી ખાલી હશે, કારણ કે સેહત (માન્યતા) સવાબને અને સવાબ સેહતને મુસ્તલઝિમ (અનિવાર્ય) નથી; સેહત શરાઇદ (શરતો) અને અરકાન (સ્તંભો) સાથે મુતઅલ્લિક (સંબંધિત) છે અને સવાબ ઇખ્લાસથી. તેથી જ્યારે કોઈ ઇબાદત કરવામાં આવી રહી હોય તો ઇખ્લાસ સાથે કરવામાં આવે જેથી તે સહી પણ થઈ જાય અને આખિરતમાં સવાબ પણ હાસિલ થાય અને આ જ ઇબાદતની ગરઝ (હેતુ) છે. (અહમ મસાઈલ/ભાગ:૨/પાના:૨૦૭)

શાણપણનું ઇનામ: રાજા અને બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની વાર્તા
લેખો

શાણપણનું ઇનામ: રાજા અને બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની વાર્તા

એક રાજાએ જાહેરાત કરી રાખી હતી કે જે કોઈ પણ સારી અને શાણપણની (હિકમતની) વાત કહેશે, તેને ચારસો દીનાર (સોનાના સિક્કા) આપવામાં આવશે...!!!! એક દિવસ રાજા પ્રજાની દેખભાળ કરવા નીકળ્યો. તેણે જોયું કે એક નેવું વર્ષની વૃદ્ધ મહિલા જૈતુન (ઓલિવ) ના છોડ વાવી રહી છે. રાજાએ કહ્યું, "તમે પાંચ-દસ વર્ષમાં મૃત્યુ પામશ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર