ઇકામતના જવાબની રીત
જે રીતે જબાનથી અઝાનનો જવાબ આપવો મુસ્તહબ છે, તેવી જ રીતે ઇકામતનો જવાબ આપવો પણ મુસ્તહબ છે. મુકબ્બિર જે કલમો કહે, જવાબ આપનાર પણ તે જ કલમો કહે, જોકે "હય્યા અલસ-સલાહ" અને "હય્યા અલલ-ફલાહ" માં "લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ" કહે, અને "કદ કામતિસ-સલાહ" ના જવાબમાં "અકામહલ્લાહુ વ અદામહા" કહે. આપણે સૌએ આનો ખાસ એહતેમામ કરવો જોઈએ, ન કે ઇકામતના સમયે આમ-તેમની વાતોમાં મશગૂલ થઈએ. (અહમ મસાઈલ/ભાગ:૬/પાના:૫૨)