રાતના સમયે ઝાડને હલાવવું
કેટલાક લોકો એવું કહે છે કે રાતના સમયે ઝાડ (વૃક્ષ) ને હલાવવું ન જોઈએ, કારણ કે તે સૂએ છે, હલાવવાથી તે બેચેન થઈ જાય છે. તેવી જ રીતે કેટલાક લોકો એવું કહે છે કે જે વ્યક્તિને સાવરણી અડી જાય તો તેનું શરીર સુકાઈ જાય છે, અથવા રાત્રે કચરો ન વાળો (સાવરણી ન લગાવો) કારણ કે તેનાથી ફક્ર-ઓ-ફાકા (ગરીબી અને ભૂખમરો) ની નોબત આવે છે. આ તમામ વાતો ખોટી, પાયાવિહોણી અને અંધશ્રદ્ધા છે, ઇસ્લામી શરીઅત સાથે તેમનો કોઈ સંબંધ નથી. (અહમ મસાઈલ/ભાગ:૨/પાના:૩૭)