રોઝામાં દાંત કઢાવવો (ઉખાડવો).
કેટલાક લોકો એવું વિચારે છે કે રોઝાની હાલતમાં દાંત કઢાવવાથી રોઝો તૂટી જાય છે, જ્યારે સાચું એ છે કે રોઝાની હાલતમાં દાંત કઢાવવાથી રોઝો તૂટતો નથી, કારણ કે રોઝો તૂટવા અને ન તૂટવાનો સંબંધ એવી વસ્તુઓ સાથે છે જે હલક (ગળા) ની નીચે પહોંચે છે, દાંત કારણ કે હલકથી ઉપર છે, તેથી પોતે દાંત કાઢવામાં કોઈ હરજ (વાંધો) નથી; અલબત્ત જો દાંત કઢાવતી વખતે જે લોહી નીકળ્યું તેને થૂંકની સાથે ગળી ગયા અને લોહી થૂંક પર ગાલિબ (વધારે) હતું તો રોઝો તૂટી જશે, અને જો બંને સરખા હોય તો પણ ઇસ્તેહસાનન (સાવચેતીના નિયમ તરીકે) રોઝો તૂટી જશે. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૨)