રોઝેદાર માટે વિક્સ અથવા બામનો ઉપયોગ.
રોઝાની હાલતમાં વિક્સ (Vicks) અથવા બામ (Balm) લગાવવું કે સૂંઘવું રોઝાને ફાસિદ (ખરાબ) નહીં કરે, કારણ કે ફસાદ-એ-સૌમ (રોઝો તૂટવા) માટે મનાફિઝ-એ-અસ્લિયા (કુદરતી છિદ્રો) દ્વારા કોઈ વસ્તુનું જૌફ-એ-મેઅદા (પેટના આંતરિક ભાગ) કે મગજમાં દાખલ થવું શરત છે, જ્યારે વિક્સ કે બામ લગાવવામાં અથવા સૂંઘવામાં આ શરત જોવા મળતી નથી. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૮)