રોઝેદારનું નાકમાં દવા નાખવું.
રોઝાની હાલતમાં નાકમાં દવા નાખવાથી રોઝો ફાસિદ થઈ જાય છે, કારણ કે નાકમાં કોઈ વસ્તુ મેઅદા (પેટ) સુધી પહોંચવાનો માર્ગ (ગુઝરગાહ) મોજૂદ છે, આ જ કારણે બહાલતે-રોઝા ઇસ્તિનશાક (નાકમાં પાણી ચઢાવવા) માં મુબાલગો કરવાથી (વધારે ઉપર સુધી પાણી ખેંચવાથી) મનાઈ કરવામાં આવી છે, તેથી રોઝાની હાલતમાં નાકમાં દવા નાખવાથી પરહેઝ કરવો જોઈએ. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૫)