શ્વાસના દર્દી રોઝેદારનું પંપ દ્વારા મોઢામાં હવા લેવી.
રોઝાની હાલતમાં શ્વાસના દર્દીનું પંપ દ્વારા મોઢામાં હવા લેવાથી રોઝો ફાસિદ થઈ જશે (તૂટી જશે), કારણ કે આજકાલ જે પંપ વપરાય છે, તેમાં દવાના અજ્ઝા (તત્વો/અંશ) હોય છે, અને આ અજ્ઝાનું મેઅદા (પેટ) માં પહોંચવું નિશ્ચિત હોય છે; અલબત્ત જો પંપમાં કોઈપણ પ્રકારની દવા ન નાખવામાં આવે, તો માત્ર પંપ દ્વારા હવા લેવાથી રોઝો ફાસિદ નહીં થાય. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૪)