મુસાફિરને સફરમાં ઇફ્તાર (રોઝો ન રાખવા) ની રૂખસત.
રમઝાન શરીફની અંદર સફરની હાલતમાં આ નિયતથી રોઝો કઝા કરી દેવો કે રમઝાન પછી કઝાનો રોઝો રાખી લેવામાં આવશે તો આ જાયઝ છે, શરત એ છે કે સફર, સફર-એ-શરઈના અંતર (મુસાફત) પર હોય, પરંતુ જો વધારે મુશક્કત ન હોય તો રોઝો રાખવો જ અફઝલ છે. (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ:૬/પેજ:૩૩૭)