ગેર-મુસ્લિમની દાવત-એ-ઇફ્તારનો હુકમ.
જે પાક અને હલાલ વસ્તુઓનું ખાવું હલાલ અને જાયઝ છે, તે તમામ વસ્તુઓથી રોઝો ઇફ્તાર કરવો પણ જાયઝ છે; તેથી જો કોઈ ગેર-મુસ્લિમ પાક અને હલાલ વસ્તુથી ઇફ્તાર કરાવે, તો તેનાથી ઇફ્તાર કરવું ફી-નફ્સિહી (મૂળ રીતે) જાયઝ અને યોગ્ય છે. તેમ છતાં આજકાલ મોટાભાગના આવા પ્રોગ્રામ રાજકીય હેતુઓ માટે કરવામાં આવે છે, તેથી તેમાં ભાગ લેવાથી સાવચેતી રાખવી જોઈએ. (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ:૬/પેજ:૩૪૯)