જનાબતની હાલત (નાપાકી) માં સહરી ખાવી.
ઝૈદ ઈશાની નમાઝ પઢીને સૂઈ ગયો, અચાનક સહરીનો સમય પૂરો થવામાં માત્ર 5-10 મિનિટ બાકી હતી તો તેને એહતેલામ (સ્વપ્નદોષ) થઈ ગયો, તો આવી સ્થિતિમાં તે પહેલાં સહરી ખાઈ લે, ત્યારબાદ ગુસ્લ કરીને ફજરની નમાઝ પઢે; જનાબતની હાલતમાં સહરી ખાવાથી અને રોઝાનો સમય શરૂ થવાથી રોઝામાં ફસાદ નથી આવતો (રોઝો ખરાબ થતો નથી). (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ:૬/પેજ:૩૭૨)