નમાઝે ઈદૈનનો મસનૂન તરીકો.
ઈદનો મસનૂન તરીકો એ છે કે પહેલા એ નિયત કરે કે હું કિબલા તરફ મોઢું રાખીને આ ઇમામની પાછળ બે રકાત વાજિબ નમાઝ અદા કરી રહ્યો છું, જેમાં છ વધારાની વાજિબ તકબીરો પણ છે, દિલથી ઉક્ત નિયત કર્યા પછી તકબીરે તહરીમા કહીને હાથ બાંધી લે, સના પઢે, ત્યારબાદ બંને હાથ ઉઠાવતા થોડા વિરામ (ફસ્લ) સાથે ત્રણ વખત તકબીર કહે, પહેલી બે તકબીરો પછી હાથ છોડી દે અને ત્રીજી તકબીર પછી હાથ બાંધી લે. ત્યારબાદ ફાતિહા અને સૂરત મિલાવે, પછી રૂકૂઅ-સજદો કરીને રકાત પૂરી કરી લે. બીજી રકાતમાં પહેલા ફાતિહા અને સૂરત પઢ્યા પછી રૂકૂઅમાં ન જાય બલ્કે ત્રણ વખત હાથ ઉઠાવીને ત્રણ તકબીરો કહે અને વચ્ચે હાથ ન બાંધે, ત્યારબાદ હાથ ઉઠાવ્યા વિના તકબીર કહીને રૂકૂઅમાં ચાલ્યો જાય અને બાકીની નમાઝ હંમેશા મુજબ પૂરી કરે. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 5 / સફા: 320)