એલ.આઈ.સી માં સૂદ (વ્યાજ) પણ છે અને કિમાર (જુગાર) પણ. જો સ્કીમ લેનાર મુદત પૂરી થવા સુધી જીવતો રહ્યો, તો વધારા સાથે રકમ મળે છે, આ સૂદ છે. અને જો તે પહેલા જ તેનું અવસાન થઈ ગયું હોય, તો ભલે તેણે ગમે તેટલું જમા કર્યું હોય, તે પૂરેપૂરી રકમ મેળવે છે, આ કિમાર અને જુગાર છે. તેથી એલ.આઈ.સી જાયઝ નથી, અને આવા ગુનાહનું આચરણ કરવું જાયઝ નથી. તેવી જ રીતે ગુનાહના કામમાં સહકાર આપવો અને લોકોને આ કામ તરફ દાવત (આમંત્રણ) આપવું પણ જાયઝ નથી. (પુસ્તક : કિતાબ અલ-ફતાવા / ભાગ: 5 / પૃષ્ઠ: 362)