નાફ (ડૂંટી) ની નીચેના વાળની હદ અને સાફ કરવાની રીત?
નાફની નીચે અને ડાબે-જમણે જે વાળ હોય, તેવી જ રીતે ખિસયતૈન (અંડકોષ) અને સુરીન (નિતંબ) ની નીચે સુધી અને મખસૂસ ઉઝ્વ (ગુપ્ત ભાગ) ની આસપાસના તમામ વાળ સાફ કરવા જરૂરી છે. બહેતર અને સુન્નત એ છે કે અસ્ત્રા અથવા બ્લેડ વગેરેથી મૂંડવામાં આવે, આ ઉપરાંત કોઈ દવા, સાબુ અથવા પાવડર વગેરેથી સાફ કરવું અથવા કાતરથી કાપવું પણ જાયઝ છે. આ સફાઈ દર જુમ્માના દિવસે મુનાસિબ છે, જો આની તક ન મળે તો પંદર દિવસમાં સફાઈ કરી લેવી જોઈએ, અને ૪૦ દિવસ સુધી આ વાળને છોડી રાખવા મકરૂહ-એ-તહરીમી છે. (કિતાબુન નવાઝિલ/ખંડ: 15/પૃષ્ઠ: 547)