સ્વતંત્રતા દિવસના જલસામાં (કાર્યક્રમમાં) પૂર્વજોની કુરબાનીઓના રૂપમાં સંવાદ (મુકાલમા) રજૂ કરવો?
પ્રોગ્રામમાં વડીલો અને પૂર્વજોની ધાર્મિક, રાષ્ટ્રીય અને મિલ્લી (સામુદાયિક) સેવાઓને ભાષણ, લેખન, સંવાદો અને તરાનાઓ દ્વારા રજૂ કરવામાં શરીયત મુજબ કોઈ વાંધો નથી; જોકે એ ધ્યાન રાખવું જોઈએ કે તે નાટકો (ડ્રામા) નું રૂપ ન લે અને મોટી છોકરીઓ પ્રોગ્રામમાં સામેલ ન થાય, તેવી જ રીતે ગાવા-વગાડવાનો કોઈ પ્રોગ્રામ ન રાખવામાં આવે. (કિતાબુન નવાઝિલ/ખંડ: 16/પૃષ્ઠ: 467)