ગરમ મશરૂબ (પીણું) ને ફૂંક મારીને ઠંડુ કરવું?
શરીઅતમાં ગરમ ખાવું-પીવું પસંદીદા નથી, અને તે તિબ્બી (તબીબી) દ્રષ્ટિએ પણ સખત નુકસાનકારક છે, તેથી ગરમ વસ્તુને થોડી ઠંડી થયા પછી જ ઉપયોગમાં લેવી જોઈએ. અને જો તેને ઠંડી કરવા માટે મોંથી ફૂંક મારશો તો થૂંક વગેરે ભળી જઈને એક અણગમતી સ્થિતિ બની જશે, તેથી આનહઝરત સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખાવા-પીવાની વસ્તુઓને ફૂંક મારીને ઠંડી કરવાની મનાઈ ફરમાવી છે. (કિતાબુન નવાઝિલ / ભાગ: 16 / પેજ: 129)