સહાબા કિરામને "અલૈહિસ સલામ" કહેવું?
અલૈહિસ સલામ અને સલાતો-સલામના કલિમાત હઝરાત અંબિયા અને મલાયકા અલૈહિમુસ્સલામ સાથે ખાસ છે; તેથી કોઈ ગૈર-નબી માટે અસાલતન (સ્વતંત્ર રીતે) "અલૈહિસ સલામ" ના કલિમાત ઇસ્તેમાલ કરવા મુનાસિબ નથી; અલબત્ત જો અંબિયા સાથે અન્ય લોકોનો પણ ઝિક્ર હોય અને તબઅન (તેમના તાબે થઈને) તેમને પણ સલામમાં સામેલ કરી લેવામાં આવે તો તેની ઇજાઝત છે. (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ: ૧૫/પૃ: ૯૭)