આયતે સજદાનું ઇલ્મ ન હોય તો પણ સજદો વાજિબ છે?
આયતે સજદાને સિર્રન (ધીમેથી) પઢવું મુસ્તહસન (પસંદીદા) છે, તેથી તિલાવત કરનારને તેનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જો કોઈએ જહરન (મોટેથી) પઢી લીધું અને બીજાઓએ સાંભળી લીધું તો સજદાએ તિલાવત વાજિબ થઈ જાય છે, ભલે સાંભળનારને આ આયતનું આયતે સજદા હોવું માલૂમ હોય કે ન હોય. કારણ કે સજદાએ તિલાવતના વાજિબ થવાના અસ્બાબ (કારણો) ત્રણ છે: (૧) તિલાવત, (૨) સમાઅ (સાંભળવું), (૩) ઇક્તિદા (ઇમામની પાછળ પઢવું). આ અસ્બાબમાંથી કોઈ એક સબબ પણ જો મુતહક્કક (સાબિત) થઈ ગયો તો સજદાએ તિલાવત વાજિબ થઈ જશે. વધુમાં સમાઅ (સાંભળવા) માં એ પણ તઅમીમ (વ્યાપકતા) છે કે ભલે સાંભળવાનો ઈરાદો હોય કે ન હોય, બહર સૂરત (દરેક સંજોગોમાં) સજદાએ તિલાવત વાજિબ થઈ જાય છે.
(કિતાબ: હબીબુલ ફતાવા / ભાગ: ૨ / પાના: ૨૪૧)