મુહક્કક મસાલા

બેંકના વ્યાજના પૈસાના મસરફ (ઉપયોગ) ની વિગત?

વ્યાજ લેવું, વ્યાજ આપવું, વ્યાજની સાક્ષી આપવી લાનતનું કારણ છે.

"રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે વ્યાજ ખાનાર, તેને ખવડાવનાર (આપનાર), તેને લખનાર અને તેના સાક્ષીઓ પર લાનત ફરમાવી છે, અને ફરમાવ્યું: તેઓ બધા સરખા છે."

પરંતુ જો કોઈ વ્યક્તિએ પોતાની જાયઝ (હલાલ) કમાણી હિફાઝત (સલામતી) ના હેતુથી બેંકમાં રાખી હોય, તો તેના પર મળવાવાળી વ્યાજની રકમને છોડવામાં ન આવે, લીધા પછી તેને તેના મસરફ (યોગ્ય જગ્યા) માં વાપરવું વાજિબ છે, અને તેના મસરફ ત્રણ છે: (૧) ગેર-વાજિબી (નાહક) ટેક્સમાં આપી દેવામાં આવે. (૨) સવાબની નિયત વગર ગરીબ મુસલમાનોમાં વહેંચી દેવામાં આવે. (૩) રિફાહી (જન કલ્યાણના) કામોમાં વાપરી દેવામાં આવે. પરંતુ આ ત્રણ મસરફમાંથી પહેલા બે મસરફ મુત્તફક અલૈહ (સર્વસંમત) છે અને ત્રીજો મસરફ મુખ્તલફ ફીહ (મતભેદવાળો) છે, અને મુત્તફક અલૈહ પર અમલ કરવું મુખ્તલફ ફીહ કરતાં ઔલા (વધુ સારું) છે.

(કિતાબ: હબીબુલ ફતાવા / ભાગ: ૫ / પાના: ૧૫૮)

સી સ્ક્વર્ટ: મગજ ખાનારું દરિયાઈ પ્રાણી
લેખો

સી સ્ક્વર્ટ: મગજ ખાનારું દરિયાઈ પ્રાણી

જૂન ૦૬, ૨૦૨૫ - "જાઓ, મારું મગજ ન ખાઓ". ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે આ વાક્ય સાંભળ્યું ન હોય. આપણી ભાષામાં "મગજ ખાવું" એ માત્ર એક રૂઢિપ્રયોગ તરીકે વપરાય છે, પરંતુ સમુદ્રમાં એક એવી પ્રજાતિ પણ છે જે ખરેખર પોતાનું જ મગજ ખાઈ જાય છે. આ પ્રજાતિને "સી સ્ક્વર્ટ" (Sea squirt) કહેવામાં આવે છે. સી સ્ક્વ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર