તહજ્જુદનો સમય?
તહજ્જુદનો સમય એ જ છે જે ઇશાનો સમય છે, ઇશાની નમાઝ પછીથી ફજરનો સમય શરૂ થવા સુધી ગમે ત્યારે તહજ્જુદની નમાઝ પઢી શકાય છે. હૈસમીની રિવાયત છે: "ઇશા પછી જે પણ નમાઝ પઢવામાં આવે, તે કિયામુલ લૈલ એટલે કે તહજ્જુદ છે." ફુકહાએ મામૂલાતે નબવીને ધ્યાનમાં રાખીને લખ્યું છે કે જો કોઈ એક તૃતીયાંશ રાત તહજ્જુદમાં પસાર કરવા માંગતો હોય તો રાતનો વચલો ત્રીજો ભાગ અફઝલ છે, અને જો અડધી રાત તહજ્જુદ પઢવા માંગતો હોય તો છેલ્લા અડધા ભાગને તહજ્જુદમાં પસાર કરવો અફઝલ છે. (કિતાબુલ ફતાવા / ભાગ: ૨ / પાના: ૧૧૮)