મુહક્કક મસાલા

રોઝાની હાલતમાં કય (ઊલટી) નો હુકમ?

રોઝાની હાલતમાં જો આપોઆપ કય થઈ જાય તો તેનાથી રોઝો તૂટતો નથી, ભલે તે મોં ભરીને હોય કે તેનાથી ઓછી, અને જો જાણીજોઈને રોઝો યાદ હોવાની હાલતમાં દાખલા તરીકે આંગળી નાખીને કય કરી, તો મોં ભરીને કય કરવાની સૂરતમાં સર્વસંમતિથી રોઝો તૂટી જશે. અને જો મોં ભરીને કરતાં ઓછી હોય તો આ બાબતમાં મતભેદ છે, હઝરત ઇમામ મુહમ્મદથી ઝાહિરુર રિવાયહમાં મર્વી (વર્ણવેલ) આ છે કે રોઝો તૂટી જશે, જ્યારે હઝરત ઇમામ અબૂ યૂસુફનો કૌલ આ છે કે રોઝો તૂટશે નહીં. કેટલાક ફુકહાએ ઇમામ અબૂ યૂસુફના કૌલને તરજીહ આપી છે. પરંતુ ઇમામ મુહમ્મદના કૌલમાં એહતિયાત (સાવચેતી) વધારે છે. (કિતાબુલ મસાઇલ ૨/૧૫૫-૧૬૩) (કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૬ / પાના: ૩૮૯)

તુહફત-ઉલ-હ હિન્દ અને તકવિયત-ઉલ-ઇમાન: હઝરત મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીની દીની બેદારી (ધાર્મિક જાગૃતિ)
લેખો

તુહફત-ઉલ-હ હિન્દ અને તકવિયત-ઉલ-ઇમાન: હઝરત મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીની દીની બેદારી (ધાર્મિક જાગૃતિ)

હઝરત મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી લખે છે કે: સૌથી પહેલા જે પુસ્તકે મને ઇસ્લામ વિશે સાચી માહિતી આપી અને હિન્દુ સોસાયટીમાં રહીને હું સોળ વર્ષની ઉંમર પહેલા મુસલમાન થઈ ગયો, તે "તુહફત-ઉલ-હિન્દ" છે. તુહફત-ઉલ-હિન્દના મારા હમનામ લેખકે (મુઅલ્લિફ) હિન્દુ ધર્મના શિર્કવાળા (મુશ્રિકાના) અકીદા અને રીત-રિવાજોનું વર્ણન...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર