વ્યાજ ખાનાર અને લાંચ લેનારની ઇફ્તારની દાવતનો હુકમ?
એવો મુસલમાન જેની આવક શંકાસ્પદ હોય એટલે કે તે વ્યાજ ખાતો હોય, લાંચ લેતો હોય, અથવા અન્ય રાજકીય માધ્યમોથી જે નાજાયઝ હોય, તેનાથી આવક પેદા કરતો હોય, એવી વ્યક્તિની મોટેભાગની (વધારે પડતી) આવક જો હલાલ હોય તો તેની ઇફ્તારની દાવત કબૂલ કરવી જાયઝ છે, અને જો મોટેભાગની આવક હરામ હોય તો તેની ઇફ્તારની દાવત કબૂલ કરવી જાયઝ નથી. (ફતાવા ઇહયાઉલ ઉલૂમ, પાના: ૨૩૭) (કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૬ / પાના: ૩૪૭)