બીજાની તરફથી રોઝો રાખવો?
કોઈ વ્યક્તિ બીજાના કઝા રોઝા પોતાની તરફથી રાખી શકતો નથી; બલ્કે જેના પર રોઝો ફર્ઝ છે તેના પર જ અદાયગી લાઝિમ છે; જો કે, જો તે કોઈ બીમારી અથવા ઘડપણના કારણે રોઝો રાખવાથી એવો મજબૂર (અસમર્થ) થઈ જાય કે હવે મરતા દમ સુધી રોઝો રાખવાની શક્તિની કોઈ ઉમ્મીદ ન હોય, તો એવી વ્યક્તિ રોઝાના બદલામાં ફિદયો આપી શકે છે, જેની માત્રા એક સદકા-એ-ફિત્ર બરાબર છે. પરંતુ તેની જગ્યાએ બીજી વ્યક્તિના રોઝો રાખવાથી તેનો ફર્ઝ રોઝો અદા થશે નહીં. (કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૬ / પાના: ૩૯૮)