મુહક્કક મસાલા

જાનવર ઝિબહ કરવાની કેટલીક રીતોનો શરઈ હુકમ:

(૧) શરઈ ઝિબહ માં જાનવરની ચાર રગો: હલકૂમ (શ્વાસની નળી, જેને નરખરો કહે છે), મરી (નરખરાથી મેદા સુધી ખાવા-પીવાની નળી) અને વદજૈન (લોહીની બે નળી, જે નરખરાની ડાબી-જમણી બાજુ હોય છે, જેને શહે રગ કહે છે) માંથી ઓછામાં ઓછી ત્રણ રગોનું કપાવું જરૂરી છે, ત્રણ રગો કરતાં ઓછી કપાવવાની સૂરતમાં ઝિબહ કરેલું જાનવર હલાલ નહીં થાય.

(૨) મુકમ્મલ રૂહ નીકળ્યા પછી જ્યારે જાનવર ઠંડું થઈ જાય, તે સમયે તેની ગરદન અલગ કરવી જોઈએ, ઠંડું થતાં પહેલાં ગરદનને અલગ કરવી; જેનાથી જાનવરને તકલીફ પહોંચે તે મકરુહ છે.

(૩) ઝિબહ કર્યા પછી જાનવર ઠંડું થતાં પહેલાં, ગળાના હાડકાની રગને છરીની અણીથી કાપવી, જેનાથી જાનવરને તકલીફ પહોંચે તે મકરુહ છે.

(કિતાબ: મુન્તખબ ફતવા દારુલ ઉલૂમ દેવબંદ / પાના: ૪૫૨)

ખાનદાન અને લોહીની ઓળખ
લેખો

ખાનદાન અને લોહીની ઓળખ

સુલ્તાન મહમૂદ ગઝનવીનો દરબાર ભરાયેલો હતો. દરબારમાં હજારો લોકો હાજર હતા જેમાં ઓલિયા, કુત્બ અને અબ્દાલ પણ સામેલ હતા. સુલ્તાન મહમૂદે બધાને સંબોધીને કહ્યું, "શું કોઈ વ્યક્તિ મને હઝરત ખિઝ્ર અલયહિસ્સલામના ઝિયારત (દર્શન) કરાવી શકે છે?" બધા શાંત રહ્યા. દરબારમાં બેઠેલો એક ગરીબ ગ્રામીણ (દેહાતી) ઉભો થયો અને કહ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર