કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે જો ઊંધો જૂતો અથવા ચપ્પલ સીધો કરવામાં ન આવે તો તેનાથી કામ બગડી જાય છે, ઘરમાં ઝઘડા થાય છે, કામ ઊંધા થઈ જાય છે વગેરે, તેથી જલ્દીથી જલ્દી તેને સીધો કરી દેવો જોઈએ. આ માન્યતા રાખવી બિલકુલ ખોટી છે, જોકે કોઈપણ વસ્તુને તેની મૂળ સ્થિતિ મુજબ રાખવી તે અદબ અને સભ્યતાની મર્યાદામાં આવે છે. (અહમ મસાઈલ / ભાગ: ૨ / પૃષ્ઠ: ૩૩)