કેટલીક સ્ત્રીઓ બાવુઝૂ હોવાની સ્થિતિમાં પોતાના નાના બાળકના પેશાબ-પાખાના ધોવા પર એવો ખ્યાલ કરે છે કે તેમના આ અમલથી ખુદ તેમનો વુઝૂ પણ તૂટી ગયો, જ્યારે કે આ ખ્યાલ સાચો નથી, કારણ કે વુઝૂ તૂટવા માટે નવાકિઝે વુઝૂમાંથી કોઈ નાકિઝનું જોવા મળવું જરૂરી છે, અને તે અહીં જોવા મળ્યું નથી, તેથી તેમનો વુઝૂ પણ તૂટ્યો નથી. (અહમ મસાઈલ / ભાગ: ૩ / પૃષ્ઠ: ૫૭)