અફઝલ (વધુ સારું) એ છે કે જે શખ્સ અઝાન કહે તે જ ઈકામત કહે. કોઈ અન્ય શખ્સના ઈકામત કહેવા પર જો મુઅઝ્ઝિનને નાગવારી (ખરાબ) અનુભવાતી હોય, તો બીજા શખ્સનું ઈકામત કહેવું મકરૂહ છે, કારણ કે ઈકામત કહેવી એ મુઅઝ્ઝિનનો હક છે. જોકે, જો મુઅઝ્ઝિનની ગેરહાજરીમાં અથવા તેની પરવાનગીથી બીજો શખ્સ ઈકામત કહે, તો કોઈપણ કરાહત વિના જાયઝ છે. (અહમ મસાઈલ / ભાગ: ૫ / પૃષ્ઠ: ૭૫)